બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને અભિનેતા અરબાઝ ખાન ૨૭ વર્ષ પછી સાથે સ્ક્રીન શેર કરતા જાવા મળશે. બંને કલાકારો ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા ફિર સે’ માં અભિનય કરતા જાવા મળશે. આ પહેલા બંને ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં સાથે જાવા મળ્યા હતા. હવે તાજેતરમાં ધર્મેન્દ્ર અરબાઝને મળ્યા છે અને તેમની ફિલ્મની પુષ્ટિ કરી છે. ‘મૈંને પ્યાર કિયા ફિર સે’નું નિર્માણ પર્લ ગ્રુપ ઓફ કંપનીઝના સીએમડી અને સિનેબસ્ટર મેગેઝિન પ્રાઇવેટ લિમિટેડના માલિક રોની રોડ્રિગ્સે કર્યું છે. ફિલ્મની વાર્તા અને ફિલ્મના ગીતોના શબ્દો રોની રોડ્રિગ્સે લખ્યા છે. નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર, ફિલ્મનો મુહૂર્ત સમારોહ તાજેતરમાં મુંબઈમાં ઘણા સ્ટાર્સની હાજરીમાં યોજાયો હતો. રાજપાલ યાદવ, વિદ્યા માલવડે, ગણેશ આચાર્ય, કંગના શર્મા, સુધાકર શર્મા, વિજય મડે, ચિતા યજ્ઞેશ શેટ્ટી, ઉદિત નારાયણ, બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડના યોગેશ લાખાણી અને સોનુ બગડ સહિત પ્રખ્યાત કલાકારો અને સેલિબ્રિટીઓ લોÂન્ચંગમાં હાજર રહ્યા હતા.
પ્રેસનોટ મુજબ, પીઢ ગાયક ઉદિત નારાયણે આ કાર્યક્રમમાં ફિલ્મનું એક અપ્રકાશિત ગીત રજૂ કર્યું. ફિલ્મની પ્રશંસા કરતા ધર્મેન્દ્રએ કહ્યું, ‘મૈંને પ્યાર કિયા ફિર સે’ એક ‘મિક્સ વેજ’ જેવું છે, જે સ્વાદ અને મનોરંજનથી ભરપૂર છે. રોની રોડ્રિગ્સ અને તેમની આખી ટીમને મારી શુભકામનાઓ. મને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં અરબાઝ ખાન સાથે કામ કરવાનો આનંદ મળ્યો અને હું આ નવી સફર માટે ઉત્સાહિત છું.’ અરબાઝ ખાને પણ ધર્મેન્દ્ર સાથે સ્ક્રીન શેર કરવાની ખુશી શેર કરી અને કહ્યું કે પીઢ અભિનેતા સાથે ફરીથી કામ કરવાથી એવું લાગે છે કે તેમની ફિલ્મી સફર હવે પૂર્ણ થઈ ગઈ છે.
અરબાઝ ખાને પણ ધર્મેન્દ્ર સાથે કામ કરવા પર ખુશી વ્યક્ત કરી છે. જેમાં ધર્મેન્દ્રએ કહ્યું, ‘ધરમજી સાથે સેટ પર પાછા આવવું એ સન્માનની વાત છે. તેઓ પોતાનામાં એક સંસ્થા છે અને હવે એવું લાગે છે કે અમારી સફર પૂર્ણ થઈ ગઈ છે. હું રોની રોડ્રિગ્સ અને સમગ્ર કાસ્ટ અને ક્રૂને શુભકામનાઓ પાઠવું છું. રોનીનો દીકરો પણ આ ફિલ્મનો ભાગ છે અને હું વાર્તા, પાત્રો અને પટકથાને લઈને ઉત્સાહિત છું.’ પીબીસી મોશન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન સાબીર શેખ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં કીર્તિ કદમ સહયોગી નિર્માતા, નિસાર અખ્તર લેખક, દિલીપ સેન-સમીર સેન સંગીત નિર્દેશક, નૌશાદ પાર્કર ડીઓપી, મોહન બગડ એક્શન ડિરેક્ટર, હિમાંશુ ઝુનઝુનવાલા એક્ઝિક્યુટિવ નિર્માતા અને એકતા જૈન કાસ્ટિંગ ડિરેક્ટર છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને તે નવેમ્બર ૨૦૨૫ માં સિનેમાઘરોમાં આવવાની ધારણા છે.