કોઈપણ રાજ્યની વિધાનસભા સૌથી સુરક્ષિત જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. એસેમ્બલી બિલ્ડીંગની ગણતરી અત્યંત સુરક્ષિત અને વીવીઆઇપી વિસ્તારોમાં થાય છે. પરંતુ હિમાચલ પ્રદેશની વિધાનસભા બિલ્ડીંગની સુરક્ષામાં એટલી મોટી ખામી હતી કે કોઈ ખાલિસ્તાની ઝંડો લહેરાવીને ગયુ. આ મામલે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. તેમણે આ ઘટનાની નિંદા પણ કરી છે. તેમણે કહ્યું છે કે અમે ધર્મશાલા વિધાનસભા સંકુલના ગેટ પર રાતના અંધારામાં ખાલિસ્તાની ઝંડો લહેરાવવાની કાયરતાપૂર્ણ ઘટનાની નિંદા કરીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે આ વિધાનસભામાં માત્ર શિયાળુ સત્ર ચાલે છે, તેથી તે દરમિયાન જ અહીં વધુ સુરક્ષા વ્યવસ્થા હોય છે. આ બાબતનો લાભ લઈને આ કાયરતાપૂર્ણ બનાવને અંજોમ આપવામાં આવ્યો છે. પરંતુ તે સહન કરવામાં આવશે નહીં. આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેણે પડકાર ફેંક્યો અને કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો રાતના અંધકારમાં નહીં પણ દિવસના પ્રકાશમાં આવો.
હાલમાં દેશમાં ખાલિસ્તાની ચળવળ જોર પકડી રહી છે. પહેલા કરનાલમાંથી ૪ ખાલિસ્તાનીઓની મોટી માત્રામાં હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ આજે સવારે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વિધાનસભા બિલ્ડિંગના ગેટ પર ખાલિસ્તાની ઝંડો લહેરાતો જોવા મળ્યો હતો.
વિધાનસભાના મુખ્ય દ્વારની બાઉન્ડ્રી વોલ પર ઘણી જગ્યાએ ખાલિસ્તાની ઝંડા મળવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ ઝંડાઓ પર પંજોબી ભાષામાં ખાલિસ્તાન લખેલું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મો‹નગ વોક પર નીકળેલા લોકોએ વિધાનસભા બિલ્ડિંગગના ગેટ પર આ ઝંડાઓ જોયા અને સ્થાનિક પોલીસને ઘટનાની જોણ કરી. ઘટનાની ગંભીરતાને સમજીને તેની પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાંથી આ ઝંડા હટાવ્યા.