આજે સવારે ૩.૫૦ કલાકની આસપાસ થોપપુર અને શિવડી (ઘાટ વિભાગ) વચ્ચે ટ્રેન નંબર ૦૭૩૯૦ કન્નુર-યશવંતપુર એક્સપ્રેસ ટ્રેનના સાત કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનમાં સવાર લગભગ ૨,૩૫૦ મુસાફરો શુક્રવારની વહેલી સવારે તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં ઘાટ વિભાગ પર પથ્થરો પડતા તેમનો બચાવ થયો હતો.
એસડબ્લ્યુઆરના મુખ્ય જનસંપર્ક અધિકારી અનીશ હેગડેએ જણાવ્યું હતું કે, ચાલતી ટ્રેનમાં અચાનક પથ્થરો પડી જવાને કારણે, બેંગ્લોર ડિવિઝનમાં ઓમાલુર – બેંગ્લોર સેક્શનમાં શિવડી અને મુત્તમપટ્ટી વચ્ચે સાત કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. કન્નુરથી ગુરુવારના રોજ સાંજે ૬.૦૫ કલાકે ઉપડેલી ટ્રેનમાં ૨,૩૪૮ મુસાફરો સવાર હતા. આ ઘટનામાં કોઈ જોનહાનિ કે ઈજોઓ નોંધાઈ નથી.
બેંગ્લોરના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્યામ સિંઘ અને વરિષ્ઠ અધિકારીઓ સવારે ૪.૪૫ કલાકે અકસ્માત રાહત ટ્રેન અને તબીબી સાધનોની વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બેંગ્લોર ડીઆરએમએ પત્રકારોને જણાવ્યું કે, તમામ મુસાફરો સુરક્ષિત છે. કોઈ જોનહાનિ અથવા ઈજોના અહેવાલ નથી. તબીબી ટીમ મુસાફરોની તપાસ કરવા માટે સ્થળ પર દોડી ગઈ હતી. બેંગ્લોર ડીઆરએમએ જણાવ્યું હતું કે, અમે ટ્રેનને સાલેમ તરફ અને આગળ તિરુપત્તુર રૂટ દ્વારા સ્પેશિયલ ટ્રેન
દ્વારા બેંગ્લોર તરફ ખસેડી છે. ત્રણ કોચનો આગળનો ભાગ ધર્મપુરીમાં ખસેડવામાં આવ્યો હતો. છ કોચ અને એસએલઆર (સીટિંગ કમ લગેજ રેક)નો અપ્રભાવિત પાછળનો ભાગ મુસાફરો સાથે થોપપુર અને આગળ સાલેમ તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો. તે ટોપપુર ખાતે રોકાશે. બસ દ્વારા બેંગ્લોર જવા માંગતા લોકો માટે થોપપુર ખાતે પંદર બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેઓ સાલેમ પાછા જવા માંગે છે, તેઓ એ જ ટ્રેનમાં મુસાફરી કરે છે.