બાબરાના ધરાઈ ગામે આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન પાસ થયા બાદ તેના બાંધકામની મંજૂરી અંગે પૂછતાં પુરુષને ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે જયસુખભાઈ જસાભાઈ મારૂ (ઉ.વ.૪૬)એ હિંમતભાઈ ગોરધનભાઈ સતાણી, પરેશભાઈ ઈશ્વરભાઈ કાપડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમને સને-૨૦૨૨ના વર્ષમાં આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન પાસ થયું હતું. જે મકાનની બાંધકામની મંજુરી માટે ઉપસરપંચ પાસે રજૂઆત કરતા તેઓ ઉશ્કેરાઇને ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ધરાઇ ગામના સરપંચના પતિ પાસે જઇ ઉપસરપંચના વર્તન બાબતે અને કરી બાંધકામની મંજુરી બાબતે વાત કરતા બેફામ ગાળો આપી હતી. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.