અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બાલમુકુન્દ પ્રભુની હવેલીમાં શુક્રવારે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. આશરે ૩૫૦ વર્ષથી બિરાજમાન આ ઠાકોરજીના દર્શને દૂર-દૂરથી ભક્તો આવતા હોય છે. આ દિવસે હવેલીમાં રાત્રે ૯ઃ૩૦ કલાકે હાટડી દર્શન અને સવારે ૧૦ કલાકે ગોવર્ધન પૂજા યોજાઈ હતી. બપોરે ૨ઃ૩૦ કલાકે ઠાકોરજીના ભવ્ય અન્નકૂટના દર્શન યોજાયા હતા. અન્નકૂટમાં વિવિધ પ્રકારની વાનગીઓ ઠાકોરજીને ધરવામાં આવી હતી. આ મહોત્સવમાં આશરે ૫૦૦ શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. કુલદીપભાઈ મુખ્યાજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ઠાકોરજીના દર્શન કરી ધન્ય થયા હતા.