(એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૧
નયનતારાની ડોક્યુમેન્ટ્રી ‘નયનથારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ’ નેટફ્લક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ અંગે કોપીરાઈટ વિવાદ ચાલી રહ્યો છે. નયતનારા અને ધનુષ સામસામે છે. બંને સ્ટાર્સ વચ્ચે કાનૂની વિવાદ કથિત રીતે ૩ સેકન્ડનો વીડિયો છે. નયનથારા કહે છે કે તેણે ધનુષ પાસે તેની ફિલ્મ ‘નનુમ રાઉડી ધન’ના ગીતો અને વિઝ્યુઅલનો ઉપયોગ તેની ડોક્યુમેન્ટરી માટે કરવાની પરવાનગી માંગી હતી, જે તેણે આપી ન હતી. અભિનેત્રીનું કહેવું છે કે ડોક્યુમેન્ટરીનું ટ્રેલ જાયા બાદ ધનુષે તેને માત્ર ૩ સેકન્ડની વિઝ્યુઅલ ચોરી બદલ ૧૦ કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી હતી. હવે બંને વચ્ચેના શબ્દયુદ્ધમાં નેટીઝન્સ પણ કૂદી પડ્યા છે.નયનથારા અને ધનુષ વચ્ચેના આ વિવાદ પર નેટીઝન્સ તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. આ દરમિયાન તે નયનથારા અને તેના પતિ વિગ્નેશની આસપાસ જાવા મળે છે. વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્યુમેન્ટ્રીમાં ‘નાનુમ રાઉડી ધન’ની માત્ર ૩ સેકન્ડની ક્લપિંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ ફિલ્મના નિર્માણની લગભગ ૩૭ સેકન્ડની ક્લપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર યુઝર્સનું કહેવું છે કે પરવાનગી વગર ૩૭ સેકન્ડના વીડિયોનો ઉપયોગ ગેરકાયદેસર છે.
યુઝર્સ પૂછી રહ્યા છે કે, ‘ધનુષ પાસેથી એનઓસી મેળવ્યા વિના નેટફ્લક્સ આ વીડિયો ક્લકનો ઉપયોગ કેવી રીતે કરી શકે. ૩૭ સેકન્ડથી વધુ વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર છે. આ મામલે ધનુષ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નયનતારા આ કેવી રીતે કરી શકે?નયનતારાની ડોક્યુમેન્ટરી ૧૮ નવેમ્બરે તેના જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ નનુમ રાઉડી ધાન વિશે વાત કરીએ તો નયનતારા પોતે તેમાં મુખ્ય અભિનેત્રી હતી. અભિનેત્રીનું કહેવું છે કે ડોક્યુમેન્ટરીમાં ઉપયોગમાં લેવાયેલ વીડિયો તેણે પોતે શૂટ કર્યો છે. અભિનેત્રીએ એક પત્ર જારી કરીને કહ્યું કે ધનુષે તેને પડદા પાછળની ક્લપ માટે ૧૦ કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે. આમાં તેણે એમ પણ કહ્યું હતું કે આ વીડિયો ફિલ્મના સેટ પર તેના અંગત સાધનો વડે શૂટ કરવામાં આવ્યો હતો જે હવે આ ડોક્યુમેન્ટરીનો એક ભાગ છે.