સોનું ઓલ ટાઈમ હાઈથી ૮ હજોરથી વધારે સસ્તું હોવાની અસર બજોરોમાં જોવા મળી રહી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટે) કહ્યું કે આભૂષણ ઉદ્યોગ મહામારીના કારમે મંદીમાંથી ઉભુ થયું છે. કેટે એક નિવેદનમાં કહ્યું કે ધનતેરસ પર દેશભરમાં લગભગ ૭૫ ૦૦૦ કરોડ રુપિયાનું વેચાણ થયુ. લગભગ ૧૫ ટન સોનાના આભૂષણોનું વેચાણ થયુ. કેટે જણાવ્યું છે કે આમાં દિલ્હીમાં ૧૦૦૦ કરોડ રુપિયા, મહારાષ્ટ્રમાં લગભગ ૧૫૦૦ કરોડ રુપિયા, ઉત્તર પ્રદેશમાં લગભગ ૬૦૦ કરોડ રુપિયાની અંદાજીત વેચાણ સામેલ છે. દ. ભારતમાં લગભગ ૨૦૦૦ કરોડ રુપિયાનું વેચાણ થવાનું અનુમાન છે. રેકોર્ડ સ્તરની સરખામણીએ ભાવ ઓછા હોવાના કારણે મંગળવારે સોનાના વેચાણમાં વૃÂધ્ધ જોવા મળી.
સોનાની કિંમત મંગળવારે દિલ્હીમાં ૪૬, ૦૦૦થી ૪૭,૦૦૦ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામના દાયરામાં હતી. જે આ વર્ષે ઓગસ્ટમાં ૫૭ હજોર રુપિયાથી વધારેના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ હતી. જો કે સોનાનો દર હજું પણ ધનતેરસ ૨૦૨૦ના ભાવ ૩૯, ૨૪૦ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામની સરખામણીમાં ૧૭.૫ ટકા વધારે છે. અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ સ્થાનીય પરિષદના ચેરમેન આશિષ પેઠેએ કહ્યું, અમે આશા રાખીએ છીએ કે વેચાણનું પ્રમાણ યથાવત રહશે, કે કે દર ૨૦૧૯માં વધ્યા હતા. મૂલ્યના સંદર્ભમાં અમે ૨૦૧૯ના સ્તરથી ૨૦ ટકાની વૃદ્ધિના આશા વ્યક્ત કરીએ છીએ.
એક વર્ષ પહેલાની સરખામણીએ દુકનમાં ખરીદી કરવા આવનારાની સંખ્યામાં ૪૦ ટકાની વૃદ્ધિ થઈ છે. સામાન્ય રીતે ધનતેરસના દિવસે ૨૦-૩૦ ટન સોનું વેચવામાં આવે છે. આ વર્ષે તેનું પ્રમાણ વધારો હોવાની આશા છે.