સાવરકુંડલાની ધજડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા શુભમ વિજયભાઈ મોલાડિયા (ધો. ૧) તથા ક્રિષ્ના જીગ્નેશભાઈ ગોંડલીયા (ધો. ૩) ને સમાજ સુરક્ષા કચેરી દ્વારા આપવામાં આવતા બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે ગુજરાત સરકારની તમામ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની પરવાનગી આપે છે, તે પાસ તૈયાર કરાવી જિલ્લાકક્ષાએથી શાળામાં સ્પેશ્યલ ટીચર વિમલભાઈ પંડ્યાએ વાલીને આચાર્યના હસ્તે અર્પણ કર્યા. આ તકે આચાર્ય રવજીભાઈ બગડા તથા શાળા પરિવાર દ્વારા સ્પેશ્યલ ટીચર વિમલભાઈ પંડ્યાનો આભાર માન્યો હતો.