સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે અંબુજા ફાઉન્ડેશન અને ધજડી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે મિયાવાકી પ્લોટનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ પ્લોટમાં કુલ ૨૪૦૦ વૃક્ષોનું વાવેતર, તાર ફેન્સિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિ ગોઠવવામાં આવી છે. આ નવતર પ્રયોગની મુલાકાત સાવરકુંડલા અને લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિત અનેક મહાનુભાવોએ લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, સરપંચ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ, ટીડીઓ જીગ્નેશભાઈ પટેલ, આર.એફ.ઓ. પ્રતાપભાઈ ચાદુ અને ધજડી ગામના સરપંચ ભરતભાઈ હાજર રહ્યા હતા. અંબુજા ફાઉન્ડેશનના સ્ટાફ મહેશભાઈ છોટાળાએ સૌને પ્લોટની માહિતી આપી હતી. અંબુજા ફાઉન્ડેશન દ્વારા કપાસની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો, મહિલાઓ અને મજૂરોના ઉત્કર્ષ માટે વિવિધ
પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.