સાવરકુંડલાનાં ધજડી ગામે દિવાળીનાં પર્વ નિમિત્તે સમગ્ર ગામમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. સરપંચ ભરતભાઈ ધડુક અને તેમની ટીમ દ્વારા ગામમાં કચરો કે ગંદકી ન રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા.દિવાળી પર ઘરની સાફ-સફાઈ થતી હોવાથી તમામ કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. સરપંચની આ કામગીરીને ગ્રામજનોએ વખાણી હતી.