સાવરકુંડલા તાલુકાના ધજડીપરા એપ્રોચ રોડ પર રૂપિયા ૨૨ લાખના ખર્ચે થનાર રોડ રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં સુવિધાસભર પરિવહન પૂરું પાડશે અને સ્થાનિકોની પ્રગતિમાં પણ મદદરૂપ થશે. આ શુભ પ્રસંગે, તાલુકા પ્રમુખ જીતુભાઈ કાછડીયાના વરદ હસ્તે શ્રીફળ વધેરીને કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન લાલભાઈ મોર, તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પાનસુરીયા, યુવા ભાજપ અગ્રણી ભાવેશભાઈ ખૂંટ, ધજડી સરપંચ ભરતભાઈ ધડુક, ભાજપ અગ્રણી દેવરાજભાઈ નાવડીયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડના નિર્માણથી વિસ્તારના લોકો જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે સુવિધા પૂરી પડશે.







































