અમરેલી શહેરમાં રહેતા એક યુવકને ‘તું અને તારો શેઠ કેમ ધંધો કરો છો અને હવે ધંધો કરવો હશે તો રૂ. ૫૦૦૦ આપવા પડશે’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મોહમદ શાદાબ ઈર્શાદઅહેમદ શેખ (ઉ.વ.૨૭)એ ઈરફાનભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, આરોપી તેમની દુકાને ગાળો બોલતો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતાં તેને સારું નહોતું લાગ્યું. તેણે ફરિયાદીને ગાલ પર બે ત્રણ લાફા માર્યા હતા. જે બાદ ‘તું અને તારો શેઠ સાહીલ કેમ ધંધો કરો છો અને હવે ધંધો કરવો હોય તો રૂ. ૫૦૦૦ આપવા પડશે નહીંતર બંનેને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર વિનુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.