અમદાવાદ જિલ્લાના ધંધુકાના ભરવાડ યુવકની હત્યા બાદ ગુજરાત સરકારના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ધંધુકામાં થયેલી હત્યાના પડઘા હજુ શાંત પડ્યા નથી, ત્યાં હવે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભરવાડ યુવકની હત્યા બાદ ભારે અંજીપાભરી સ્થિતિ જાવા મળી હતી. ત્યારબાદ આજે નગરના ખાટકી વાસમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
ધંધુકામાં ભરવાડ યુવકની નિર્મમ હત્યાના મામલે હવે વહીવટી તંત્રનો હથોડો વીંઝાયો છે. હત્યાના આરોપીએ ઉભા કરેલા ગેરકાયદે સામ્રાજ્ય પર હવે ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું છે. તપાસ દરમિયાન આરોપીનું ગેરકાયદે બાંધકામ મળી આવતા તંત્રએ તેને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્યારે ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બપોર સુધીમાં આરોપીના તમામ ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરાયા.બુલડોઝર કાર્યવાહીથી સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ગુનો કરશો તો હવે માત્ર જેલ જ નહીં, મિલકત પણ ગુમાવવી પડશે.
ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન એસપી ડીવાયએસપી અને પીઆઇ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પોતે ઘટના સ્થળે હાજર રહીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. આ સિવાય સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ મોટી બબાલ ન થાય તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી છે.
તંત્ર દ્વારા એ બાબતની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે, હત્યાના આરોપીઓનું આ ગેરકાયદેસર બાંધકામ સાથે કોઈ સીધું કનેક્શન છે કે કેમ. ઉલ્લેખનીય છે કે આ ગેરકાયદેસર દબાણો અંગે ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી અને આખરે આજે તેના પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં સમગ્ર ધંધુકા પંથકમાં પોલીસની આ કાર્યવાહીને પગલે ભારે ઉત્તેજના જાવા મળી રહી છે.









































