ધંધુકામાં થયેલી હિન્દુ યુવાનની કરપીણ હત્યાની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓએ એકસૂરે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. ગજેરા, કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, મહામંત્રી શશીકાંતભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિતના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવી અમાનવીય ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે. રાષ્ટ્રીય બજરંગદળના વનરાજસિંહ ખેર અને અન્ય વિવિધ પાંખના પ્રમુખોએ મૃતક યુવાનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનના તમામ હોદ્દેદારોએ આ ઘટનાને હિન્દુ સમાજ પરનો હુમલો ગણાવી ન્યાયની અપીલ કરી છે.









































