અમરેલીમાં એક યુવકે ધંધા માટે પૈસા ઉછીના લીધા હતા, પરંતુ એક મહિનામાં જ પરત માંગવામાં આવ્યા હતા. જે તે આપી શક્યો નહોતો, જેથી તેને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે વિરલભાઈ ચંદ્રકાંતભાઈ ભટ્ટ (ઉ.વ.૪૪)એ જયંતીભાઈ ગંગેરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે આરોપી પાસેથી ધંધા માટે પૈસા લીધા હતા. જે એક મહિનામાં પાછા માંગ્યા હતા. જેથી આ પૈસા આપી શક્યા નહોતા, જેનું મનદુઃખ રાખી આરોપીએ તેમના ઘર પાસે આવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.ટી.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.