ચોમાસુ સત્તાવાર હજુ બેઠું નથી પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે.. દ.ગુજરાતના નવસારી અને વલસાડમાં વાતાવરણમાં પલટો જાવા મળ્યો છે. વલસાડના ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.. સવારે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે નોકરીયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જા કે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..
આ તરફ નવસારીમાં પણ વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે.. ગઇકાલે નવસારીમાં મોડીરાત્રે ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આજે સવારે વરસાદ નોંધાયો હતો. સિઝન પહેલાજ આ પ્રકારે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે ખેડૂતોને ખાસ્સુ નુકસાન ભોગવવું પડી રહ્યુ છે.. ખેડૂતોને ડાંગરના પાકમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાતમાં ગત ૨૪ કલાકમાં ૫૯ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ ઈડરમાં ૨.૭ ઇંચ , સોજીત્રામાં ૧.૯ ઇંચ , ખંભાતમાં ૧.૬ ઇંચ, તારાપુરમાં ૧.૨ ઇંચ, માંડલમાં ૧.૨ ઇંચ, વઢવાણમાં ૧.૨ ઇંચ, ખેડામાં ૧.૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.










































