દ્વારકામાં ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો છે. આસામથી યાત્રિકો દ્વારકા પ્રવાસે આવ્યા હતા, દરમિયાન યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં ૬ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ૧ વ્યક્તિનું સારવાર પહેલા જ મોત નિપજ્યુ હતુ. તબિયત લથડતા વધુ સારવાર અર્થે ૬ વ્યક્તિઓને જી જી હોસ્પિટલ ખસેડાયા હતા.
સાણંદ તાલુકામાં અણિયાળી ગામે ગત સાંજે ફેરિયો ખમણ વેચવા આવ્યો હતો, ત્યારબાદ અંદાજે ૬૫ લોકોએ ખમણ ખાધા બાદ તેમની તબિયત લથડવા લાગી હતી. ઝાડા, ઊલટી, પેટમાં દુઃખાવો થતાં લોકોને નજીકના બાવળા વેદાંતા હોસ્પિટલમાં ૨ જેટલા લોકો, ૧૨ ને ઝ્રૐઝ્ર સેન્ટર બાવળા સહિતની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ૧૬ લોકોને સાણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ ૨૬ વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ફૂડ પોઈઝનિંગ થતાં ૨૬ લોકોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાની સરકારી નર્સરી કોલેજની ૧૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની થયું હોવાની જાણકારી મળી છે. વિદ્યાર્થિનીઓએ ગઈકાલે રાત્રે હોસ્ટેલની અંદર બનેલું ભોજન ખાવામાં લીધું હતું. જેના પછી અચાનક તેમની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ભોજનમાં બટાકાનું શાક અને રોટલી, ખીચડી અને કઢીનું મેનુ સામેલ હતું. ત્યારબાદ સવારે તેમને તાવ-વોમિટ અને ડાયહેરિયાની તકલીફો થવા માંડી હતી. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરીને તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી હતી. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ ૯ વિદ્યાર્થિનીઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે.