દ્વારકાની કનૈયાધામ ગૌશાળાના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ૧૪ પશુઓના મોત ભુખમરાને લીધે થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. દ્વારકાના ચરકલા રોડ પર આવેલા કનૈયાધામ ગૌશાળા સંચાલકોની બેદરકારી સામે આવી છે.
ગૌશાળા સંચાલકોએ ઘાસચારો ન આપતા પશુઓના મોત નીપજ્યા હતા. પશુઓના મોતના સમાચાર ગૌસેવકોને મળતા તેઓ પોલીસને સાથે રાખીને કનૈયાધામ ગૌશાળા પર દરોડા પાડ્યા હતા. જ્યા ભુખમરાના કારણે જીવન-મરણ વચ્ચે અટવાયેલ ૧૦થી વધુ પશુઓની રેસ્કયું કરીને અન્ય ગૌશાળામાં મોકલી આપી હતી. ગૌશાળાના સંચાલકોના બેદરકારી ભર્યા વલણને લીધે નિર્દોષ પશુઓ મોતને ભેટ્યા છે
ગૌવંશના મોત થતા ગૌસેવકોએ કનૈયાધામ ગૌશાળાના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગૌવંશના મૃતદેહને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યો હતો. તપાસમાં ભુખમરાને લીધે તમામ ગૌવંશનું મોત થયાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે. જેના કારણે ગૌશાળા સંચાલકના ૩ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે કનૈયાધામ ગૌશાળા સંચાલકોની શોધખોળ આદરી છે.