(એ.આર.એલ),દ્વારકા,તા.૩૧
દ્વારકાના જામ ખંભાળીયામાં હાઈવે પર ગંભીર અકસ્માતમાં એક વ્યક્તનું મોત નિપજયું. જામ ખંભાળીયાના હાઈવે પર રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. હાઈવે પર રાત્રના સમયે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલકનું મોત નિપજયું. રીક્ષા ચાલકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો.
બનાવની વિગત મુજબ જામ ખંભાળીયાના હાઈવે પર ગઈકાલે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. હાઈવે પર વડવાળા હોટલ પાસે એક કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી. કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માત સમયે હાજર લોકોએ ૧૦૮ને જાણ કરી. ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે તાત્કાલિક હોસ્પટલ લઈ જવામાં આવ્યો. જ્યાં હોસ્પટલમાં હાજર તબીબે રીક્ષા ચાલકને મૃત જાહેર કર્યો. રીક્ષા ચાલકની ઉંમર અંદાજે ૫૫ વર્ષ હોવાનું તબીબે જણાવ્યું. સંભવત રીક્ષા ચાલક પોતાના પરીવારના ગુજરાન માટે ઓટો રીક્ષા ચલાવતો હશે. જા કે ૫૫ વર્ષીય રીક્ષા ચાલકનું અકાળે મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. પોલીસ આ ઘટનાની હાથ ધરતા હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસશે. જેના બાદ કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી શકે.