અમરેલી,તા.ર૧
વિશ્વમાં ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગ દિવસ નિમિત્તે ભારતમાં અનેક સ્થળોએ વિવિધ રીતે આ દિવસ મનાવાય છે. એવી જ રીતે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પુ. બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર માતુશ્રી આર.ડી. વરસાણી કન્યા કુમાર વિદ્યાલયના પ્રાંગણમાં ૮૦૦ બાળકો દ્વારા યોગ પ્રેમ દર્શાવતી માનવ સાંકળ બનાવી હતી. સાથે સાથે વિવિધ પ્રકારના આસનો પણ કર્યા હતા. બાળકો દ્વારા દ્રોણેશ્વર મહાદેવ મંદિર ખાતે તથા મચ્છુન્દ્રી નદી કિનારે અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પણ યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.