સાવરકુંડલાના દોલતી ગામે રહેતા ભાભલુભાઈ દડુભાઈ ચાંદુ (ઉ.વ.૫૬)એ ગભરૂભાઈ રાણીંગભાઈ મન, શીવરાજભાઈ ગભરૂભાઈ મન સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત પ્રમાણે, તેમની જમીનમાંથી આરોપીની વાડીએ જવાનો રસ્તો હોય પરંતુ તે રસ્તો તેનો કાયદેસરનો ન હોવાથી તેમણે રસ્તો બંધ કર્યો હતો. તેનું મનદુઃખ રાખીને ઇરાદાપૂર્વકનું નુકસાન કરવાના ઇરાદાથી શેઢા પાડોશી આરોપીઓએ તેની જમીનમાં આવેલ ઘઉંનું કુવળ (ઠુઠા) સળગાવ્યું હતું. જેથી તેના જુના મકાનના કાટમાળ તથા શેઢામાં આગ લાગી હતી અને તે જાણી જોઈને નહીં ઓલવતાં રૂ.૧૫,૦૦૦નું નુકસાન કર્યુ હતું.