દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ધોરાજી સિટી પોલીસે ઝડપી પાડ્‌યો હતો. પોલીસ સિટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ફરતા ફરતા ધોરાજી અવેડા ચોક પાસે આવતા સંયુક્તરાહે બાતમી મળેલ કે ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજરાત પ્રોહી.એક્ટની કલમ- ૬૫(ઈ),૯૮(૨),૮૧ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી સદામશા હુસેનશા રફાઈ, રહે.સોનાપુરી રોડ, રામપરા, ધોરાજી વાળો ધોરાજી આવકાર ચોકડી તરફથી ધોરાજી સરદાર ચોક તરફ આવી રહ્યો છે. જેના આધારે પોલીસ વોચમાં રહેતા એક શખ્સ આવકાર ચોકડી તરફથી આવતા તરત જ તેને પકડી લઇ નામ પુછતા પોતે પોતાનું નામ સદામશા હુસેનશા રફાઈ જણાવ્યું હતું. વધુ પુછપરછમાં તે ગોળ ગોળ જવાબ આપતા પોલીસે કડકાઈથી પુછતા પોતે ભાણવડ જિ. દેવભૂમિ દ્વારકા ખાતે દેશીદારૂની સપ્લાય કરેલ હોવાનું જણાવ્યું અને પોતે અટક કરવા પર બાકી હોવાનું જણાવતા આરોપીની પોલીસે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ ભાણવડ પોલીસને સોંપેલ છે.