ઉના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુનીલનાથ ઉર્ફે બોડી દીવાનાથ ચોહાણ (ઉં.વ. ૨૦) નામના એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ દેહગામના ગણેશપુરનો રહેવાસી છે અને મજૂરીકામ કરે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો અને તેની સામે ઉના ઉપરાંત ઇડર અને દેહગામ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે. ઉના પોલીસે આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.