અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.બી.લક્કડ તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોટા આંકડીયા ગામના પાટીયા પાસે કુંકાવાવ જવાના રોડ પર એક ઇસમ ગેરકાયદેસર (અગ્નિશસ્ત્ર હથિયાર) લઈને ઉભો છે. જે બાદ એસઓજી ટીમે સ્થળ પર પહોંચી વિસ્તારને કોર્ડન કરીને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઇડી ફળિયા, બડગુડાનો અને હાલ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વાછકપર ગામે વાડીએ રહેતા ભરવસિંહ કેંદુભાઈ વાસ્કલા (ઉ.વ.૩૪)ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.