બાબરા તાલુકાના કરિયાણામાં રહેતા જાહેદશા શાહમદાર તથા રઘુવીર ગોંડલીયા કરિયાણા-ખંભાળા રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં આવેલ ધાર પાસેથી દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયા હતા. પોલીસે આ અગ્નિસસ્ત્ર  હથિયાર કબજે કરી બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.