અમરેલી જિલ્લામાં પોલીસ દેશી દારૂ બનાવતી ૫ ભઠ્ઠી પર ત્રાટકી હતી. જેમાં દામનગર, લાઠી, સરકારી પીપળવા, અમરેલી, કરમદડી ગામેથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ હતી. ખેરા ગામેથી દેશી દારૂ બનાવવાનો ૧૦૦ લીટર આથો અને દેશી દારૂ ૧૫ લીટર તથા વડ ગામે વાડી વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લીટર આથો તથા ૧૫ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૦ ઈસમો દેશી દારૂ પીને ફરતા મળી આવ્યા હતા.