દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સાત હજારથી ઓછા નવા સંક્રમણના કેસ નોંધવામાં આવ્યા છે અને સક્રિય કેસ પણ ઘટ્યા છે. વળી, બીજી તરફ ઓમિક્રનના કેસ ચિંતાનો વિષય બનેલા છે. ઓમિક્ર઼નના દર્દી હવે ૬૦૦ના આંકડા નજીક પહોંચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યુ છે કે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિત ૬૫૩૧ નવા દર્દી સામે આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૩૪,૭૯૩, ૩૩૩ પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૪૧ દર્દી કોરોનાથી રિકવર થયા છે. ત્યારબાદ કોરોનાથી રિકવર થનારા દર્દીઓની કુલ સંખ્યા ૩૪,૨૩૭,૪૯૫ થઈ ગઈ છે. હવે કુલ સક્રિય કેસ ૭૫,૮૪૧ રહી ગયા છે. દેશમાં રિકવરી રેટ સુધરીને હવે ૯૮.૪૦ ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૫ લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધી દેશમાં કોવિડ-૧૯થી ૪૭૯,૯૯૭ લોકોના મોત થઈ ચૂક્યા છે. રસીકરણના આંકડાની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી કુલ ૧,૪૧,૭૦,૨૫,૬૫૪ ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૯૩,૨૮૩ લોકોને વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે.

દેશમાં ઓમિક્રાનના કુલ કેસ વધીને ૫૭૮ થઈ ગયા છે. સૌથી વધુ કેસ દિલ્લી અને મહારાષ્ટÙમાં છે. ૧૯ રાજ્યોમાં ઓમિક્રાનના કેસ નોંધવામાં આવી ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ ૧૪૨ કેસ દિલ્લીથી અને ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટÙમાં ૧૪૧ દર્દી મળ્યા છે. ઓમિક્ર઼નના કેરળમાં ૫૭, ગુજરાતમાં ૪૯, રાજસ્થાનમાં ૪૩, તેલંગાનામાં ૩૪, તમિલનાડુમાં ૩૪ અને કર્ણાટકમાં ૩૧ કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ મધ્ય પ્રદેશમાં ૯ કેસ છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ૬ ઓમિક્રાનના દર્દી જ્યારે હરિયાણા અને ઓરિસ્સામાં ૪ કેસ નોંધવામાં આવ્યા છે.