કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડા અનુસાર એક દિવસમાં ૮,૫૦૩ લોકો કોરોના વાયરસ પોઝિટિવ થવાની સાથે ભારતમાં સાજો થનારની સંખ્યા ૩, ૪૬, ૭૪,૭૪૪ થઈ ગઈ છે. ત્યારે એÂક્ટવ મામલાની સંખ્યા વધીને ૯૪,૯૪૩ થઈ ગઈ છે. સવારે ૮ વાગે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર ૬૨૪ નવા લોકોનું મોત થતા મરનારની સંખ્યા ૪,૭૪,૭૩૫ થઈ ગઈ છે.
ગત ૪૩ દિવસથી નવા કોરોના વાયરસ સંક્રમણોમાં દૈનિક વૃદ્ધિ ૧૫૦૦૦ની નીચે નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯૪, ૯૪૩ થઈ છે. જ્યારે કુલ સંક્રમણ દર ૦.૨૭ ટકા છે. આ માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઓછા છે. ત્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ ૯૮.૩૬ ટકા નોંધવામાં આવ્યો છે. જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી વધારે છે.
ગત ૨૪ કલાકમાં એક્ટિવ કેસના મામલાની સંખ્યામાં ૨૦૧ મામલાની વૃદ્ધિ થઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૬૬ ટકા નોંધાયો હતો. ગત ૬૭ દિવસથી આ ૨ ટકાથી પણ ઓછો છે. અઠવાડિક સંક્રમણ દર ૦.૭૨ ટકા નોંધવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગત ૨૬ દિવસોથી આ ૧ ટકાની નીચે છે.
આ મહામારીથી સ્વસ્થ થનારાની સંખ્યા વધીને ૩,૪૧,૦૫,૦૬૬ થઈ ગઈ છે. જ્યારે મૃત્યુ દર ૧.૩૭ ટકા નોંધાયો છે. રાષ્ટ્રવ્યાપી કોરોના વાયરસ રસીકરણ અભિયાન બેસીને અત્યાર સુધી દેશમાં ૧૩૧.૧૮ કરોડથી વધારે ડોઝ આપાઈ ચૂક્યા છે.