દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૮૬૫ કેસ નોંધાયા હતા. જે છેલ્લા ૨૮૭ દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાના અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા ૩,૪૪,૫૬,૪૦૧ થઈ હતી. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧,૩૦,૭૯૩ છે. જે પણ ૫૨૫ દિવસમાં સૌથી ઓછા છે.
આરોગ્યમંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૯૭ લોકોના મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ સત્તાવાર મરણાંક ૪,૬૩,૮૫૨ પર પહોંચ્યો છે. સૌથી વધુ ૧૨૭ લોકોના મોત કેરળમાં થયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં ૧૯ મોત નોંધાયા હતા. નોંધપાત્ર વાત એ છે કે કેરળમાં પણ નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
આરોગ્યમંત્રાલયે જણાવ્યું હતું કે સતત ૩૯ દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા ૨૦ હજારથી નીચે છે. દેશમાં સતત ૧૪૨ દિવસ સુધી ૫૦ હજાર કરતા વધુ નવા કેસ નોંધાયા હતા. એ જાતા હાલ ૨૦ હજારથી ઓછા કેસ મોટી રાહત છે.