ભારતમાં હવે ઈલેક્ટ્રીક વાહનોનો યુગ શરુ થયો છે. ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, કાર, બસ જેવા સાધનો તો પહેલેથી ચાલી રહ્યાં છે અને હવે ટૂંક સમયમાં સરકાર ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ પણ આવી રહી છે.
આ અંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સના આગમન બાદ ખેતીમાં ક્રાંતિકારી સફળતા મળવાની આશા છે. કારણ કે તેનાથી ખેડૂતોને મોંઘા ડીઝલથી છૂટકારો મળશે અને તેનો નિભાવ ખર્ચ પણ ઓછો આવશે. દેશમાં હવે થોડા વખતમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ દોડતી દેખાશે અને આ દિશામાં નીતિન ગડકરીએ એક મહત્વની જોહેરાત કરી દીધી છે.
એક પ્રસંગે બોલતા ગડકરીએ કહ્યું કે વૈકલ્પિક ઈંધણ ભવિષ્ય છે. ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, કાર, બસ પછી હવે ટૂંક સમયમાં અમે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ દાખલ કરવામાં આવશે. ગડકરીએ કહ્યું કે હું ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સને લોન્ચ કરીશ.
ઈથનોલ જેવા વૈકલ્પિક ઈંધણની જરુરિયાત પર ભાર મૂકતા કહ્યું કે બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલ દાખલ કરવાની સરકારની યોજના છે. ગડકરીએ કહ્યું કે ડીઝલ આધારિત ખેતીના સાધનો પેટ્રોલ આધારિત કરવા જોઈએ અને તેને ઈથનોલમાં કન્વર્ટ કરી શકાય. તેમણે કહ્યું કે બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલને દાખલ કરવાના પ્રયાસો ચાલુ છે.
તેમણે કહ્યું કે ઊર્જા અને પાવર સેક્ટરની જરુરિયાત પૂરી કરવા માટે ભારત દર વર્ષે ૧૦ લાખ કરોડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સની આયાત કરે છે અને આગામી પાંચ વર્ષમાં આ માગ વધીને ૨૫ લાખ કરોડ થઈ શકે છે જેને કારણે ઈકોનોમી પર અસર પડશે.
ગડરીએ એવું કહ્યું કે પૂણેમાં ૧૦૦ ટકા ઈથનોલ આધારિત સ્કૂટર શરુ કરવાનું અમે બજોજને જણાવીશું. અહીંથી ઈથનોલ પર ચાલતા સ્કૂટર્સની શરુઆત થવી જોઈએ. તેને કારણે પ્રદૂષણમાં ઘણો ઘટાડો આવશે. તેમણે કહ્યું કે બજોજ ટીવીએસ અને હીરો કંપની ફ્લેક્સ એન્જિન મોટરસાઈકલ અને ઓટો લાવી હતી. મેં પ્રધાનમંત્રી પાસે રજૂઆત કરી હતી અને પુણેમાં ઈન્ડીયન ઓઈલ ઈથનોલના ૩ પંપ લઈ આવ્યો હતો પરંતુ હજુ સુધી એક ટીંપુ પણ વેચાયું નથી.