દેશમાં અત્યારે ૬૦૦થી વધુ લોન આપનારી ગેરકાયદે એપ્સ ચાલી રહી છે અને તે એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. કેન્દ્રીય નાણા મંત્રાયલે લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં આ ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદ હવે દેશમાં ડિજિટલ લેન્ડીંગ એપ્સ (ઓનલાઈન લોન આપતી એપ્સ) પર શકંજો કસાવાની તૈયારી કરાઈ રહી છે. આરબીઆઇ દ્વારા જોન્યુઆરીમાં રચીત એક સમિતિએ ગ્રાહકોના હિતના રક્ષણ માટે એક નોડલ એજન્સીની રચના કરવાની સલાહ આપી છે.
નાણા મંત્રીએ જણાવ્યું કે ફરિયાદ કરવા માટે આરબીઆઈ દ્વારા સ્થાપિત પોર્ટલ ‘સચેર્તને જોન્યુઆરી ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધીમાં આવી ડિજિટલ લોન આપતી એપ્સ સામે લગભગ ૨૫૬૨ ફરિયાદો મળી છે. જેમાં સૌથી વધુ ફરિયાદો મહારાષ્ટ્રમાંથી મળી છે. ત્યાર બાદ કર્ણાટક, દિલ્હી, હરિયાણા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, યુપી, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના લોકો સાથે છેતરપિંડી થઈ છે.