દેશમાં ઓમિક્રોન નામના વાયરસે સરકારની ઉંઘ ઉડાડી છે. ઓમિક્રોન વાયરસથી લોકોને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર અસરકારક પગલા ભરી રહી છે. દેશવાસીઓને વધુમાં વધુ કોરોના રસીકરણ આપવામાં આવે તે માટે સરકાર કટિબધ્ધ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા કોરોના રસીકરણની કામગીરી પર સીધી નજર રાખી રહ્યાં છે. જેથી દેશમાં ર૪ કલાકમાં એક કરોડ કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ર૪ કલાકમાં એક કરોડથી વધુ કોરોના રસીકરણના ડોઝ આપવા માટેનુ આ અભિયાન ભારતે બીજીવાર પ્રાપ્ત કર્યુ છે.