કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે મોડાસામાં રાહુલ ગાંધીએ બુથ સમિતિ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.ગુજરાતમાં કોંગ્રેસના લડાયક મૂડ વિશે સંકેત આપી દીધા. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકરો-નેતાઓના વખાણ કરતાં તેમને મજબૂત ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. દેશમાં શું ચાલી રહ્યું છે એ બધાં જાણે છે. દેશમાં બેરોજગારી વધી રહી છે પરંતુ, બે- ત્રણ અબજાપતિને બધી સંપત્તિ આપવામાં આવી રહી છે. તમે જ મોકલેલા છે. તેમના માટે બધી જ સુવિધા છે. જે એમને જાઈએ તે તેમને મળી જાય છે. ભલે તે એરપોર્ટ હોય, પોર્ટ હોય, સિમેન્ટ હોય, ઈન્ફ્રાસ્ટ્‌ર્કચર હોય બધું તેમના હાથમાં જઈ રહ્યું છે અને ગુજરાત સહિત આખા દેશની જનતા બસ જાઈ રહી છે.તેમણે કહ્યું હતું કે દેશમાં રોજગારી,વિકાસની વાતો કરવામાં આવતી નથી પરંતુ ભ્રમની સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે
રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, અમે તે લોકોને તક આપવા માંગીએ છીએ જેમની અંદર લીડરશિપ પ્રોટેન્શીયલ છે. તમે ડિસ્ટ્રીક્ટ પ્રેસિડેન્ટ છો અને તમે ડિસ્ટ્રીક્ટની મીટિંગમાં નથી જતા તો તે કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી નથી લડી શકતો. જે લોકો કામ કરે છે તેમના માટે કોંગ્રેસ પાર્ટીના દરવાજા ખુલશે અને જે લોકો કામ કરવા માંગતા નથી તેમના માટે કોંગ્રેસ પાર્ટીના દરવાજા ધીમે ધીમે બંધ થઇ જશે.”
કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે મહિલાઓને જગ્યા મળશે. થોડા દિવસ પહેલા કેટલાક ડિસ્ટ્રીક્ટ પ્રેસિડેન્ટને મળ્યો છું પણ એક પણ મહિલા તેમાં નહતી. આ બદલાવ તમને જલદી જાવા મળશે. અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ મહિલાઓ ભાગ લે. રાહુલ ગાંધીએ સંબોધનમાં અનેક મહ¥વની વાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આરએસએસ અને ભાજપ દેશમાં પરાજિત કરવા હોય તો તેનો રસ્તો ગુજરાતથી શરૂ થાય છે.
રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું છે કે, દેશમાં બે વિચારધારા છે ભાજપ – આરએસએસ અને કોંગ્રેસ. દેશને ખબર છે કે, આરએસએસ અને ભાજપને એક જ પાર્ટી કોંગ્રેસ જ હરાવી શકે છે. આરએસએસ અને ભાજપ દેશમાં પરાજિત કરવા હોય તો તેનો રસ્તો ગુજરાતથી છે. અમારી પાર્ટી પણ ગુજરાતથી શરૂ થઈ હતી. કોંગ્રેસ પાર્ટી વિચારધારા કોંગ્રેસથી જ શરૂ થઈ હતી.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ છે કે, અમારી ચર્ચામાં મુખ્ય મુદ્દો એ નીકળ્યો કે ગુજરાતના જિલ્લાઓને અમદાવાદથી નહીં પણ જિલ્લામાંથી જ ચલાવવો જાઈએ. જિલ્લાના નેતાઓને મજબૂત બનાવવા જાઈએ અને ખાસ કરીને જિલ્લા પ્રમુખને જવાબદારી અને સત્તા આપીને તેમને મજબૂત બનાવવા જાઈએ. જિલ્લા પ્રમુખ એકલા નહીં હોય પરંતુ એક આખી સમિતિ હશે, જેની મદદથી અને નિર્ણયથી સમગ્ર જિલ્લાનું સંચાલન થશે અને તેના પર કોઈ દબાણ નહીં હોય. કોંગ્રેસ પાર્ટી સંગઠન પોતે નક્કી કરશે કે કોણ ચૂંટણી લડશે અને કોણ નહીં અને આ નિર્ણયમાં કોઈ દબાણ રહેશે નહીં. અમે આ કાર્ય ગુજરાતથી શરૂ કરી રહ્યા છીએ. આપણી લડાઈ વિચારધારા વિશે છે. આપણે ગુજરાતમાં આ લડાઈ લડીશું અને જીતીશું.
આ સાથે તેમણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું મનોબળ ઘણા વર્ષોથી નીચું રહ્યું છે, પરંતુ પાર્ટીને મજબૂત બનાવવી અને તેનું મનોબળ વધારવું એ મુશ્કેલ કાર્ય નથી. અમે આ કાર્ય કોઈપણ કિંમતે પૂર્ણ કરીશું. રાહુલ ગાંધીએ વ્યંગમાં કહ્યું કે, મેં પહેલા કહ્યું હતું કે બે ઘોડા છે પણ હવે ત્રીજા ઘોડો પણ આવ્યો છે, તે લંગડો ઘોડો છે. આ ઘોડાઓને અલગ અલગ કરીશું. એક ઘોડો રેસનો છે તેને દોડાવીશું, લગ્નના ઘોડાને આપણે નચાવીશું.
તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. વિચારધારાની લડાઈ છે. વિચારધારાની ફક્ત બે જ પાર્ટી છે. ભાજપ અને કોંગ્રેસ. તેથી લડાઈ ફક્ત અમારા બે વચ્ચે છે અને બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જા અમારે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે અમને આપ્યા છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. અમારી પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.