દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૮૪૭ નવા કેસ નોંધાયા છે. જે ગઇકાલ કરતા ૫.૨ ટકા વધારે છે. જેમાં સૌથી વધુ કેસો ૪૨૫૫ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે.
આ પછી કેરળમાં ૩,૪૧૯, દિલ્હીમાં ૧,૩૨૩, કર્ણાટકમાં ૮૩૩ અને હરિયાણામાં ૬૨૫ કેસ નોંધાયા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ લોકોના મોત નોંધાયા છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૬૩,૦૦૦ને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા ૬૩,૦૬૩ છે.
જે દેશમાં નોંધાયેલા કુલ કેસના ૮૧.૩૭ ટકા એકલા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં જ ૩૩.૧૨ ટકા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા વધીને ૫,૨૪,૮૧૭ થઈ ગઈ છે.
રિકવરી રેટની વાત કરીએ તો ભારતનો રિકવરી રેટ હવે ૯૮.૬૪ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭,૯૮૫ દર્દીઓ સાજો થયા છે, જેને પગલે દેશભરમાં સાજો થયેલા લોકોની કુલ સંખ્યા ૪,૨૬,૮૨,૬૯૭ થઈ ગઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૫,૨૭,૩૬૫ લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ રસી લેનારા લોકોની સંખ્યા વધીને ૧,૯૫,૮૪,૦૩,૪૭૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૫,૧૯,૯૦૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ભારતમાં ગઈકાલે કોરોનાના ૧૨,૨૧૩ નવા કેસ નોંધાયા હતા અને ૧૧ લોકોના મોત થયા હતા.જ્યારે કુલ ૭,૬૨૪ દર્દીઓ આ રોગમાંથી સાજો થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાના ૧૩૦૦થી વધુ કેસ નોંધાયા હતા જ્યારે બે લોકોના મોત થયા હતા. મહત્વનું છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં સતત ત્રીજી વખત કોરોનાના કેસોની સંખ્યા ૧૦૦૦ થી વધુ હતી. દિલ્હીમાં ગઈકાલે કોરોનાના ૧૩૭૫ કેસ નોંધાયા હતા. જ્યારે પોઝિટિવિટી રેટ ૬.૬૯
ટકા હતો. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૭૭૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગત રોજ કોરોનાથી સાજો થયેલા દર્દીઓની સંખ્યા ૧૦૧૬ છે. હાલમાં દિલ્હીમાં ૩૯૪૮ એક્ટિવ કેસ છે. દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં કોવિડના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.