ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪.૩ ટકાના ઘટાડા સાથે કોરોનાના ૨,૭૦૬ નવા કેસ નોંધાયા છે જયારે આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના કારણે ૨૫ લોકોના મોત થયા છે.આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૫૨૪.૬૧૧ થઇ ગઇ છે.હાલમાં સક્રિય કેસોની સંખ્યા ૧૭,૬૯૮ છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૧૫૫,૭૪૯ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે તેમાંથી ૪૨,૬૧૩,૪૪૦ લોકોએ કોરોના વાયરસને હરાવ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં ૨,૨૮,૮૨૩ રસી લાગુ કરવામાં આવી છે.
ગઇકાલે દિલ્હીમાં કોવિડના ૩૫૭ નવા કેસ આવ્યા અને ચેપ દર ૧.૮૩ ટકા હતો જયારે ચેપને કારણે કોઇ દર્દીનું મૃત્યુ થયું નથી આ સતત ત્રીજો દિવસ છે જયારે કોરોના વાયરસના કારણે કોઇનું મોત થયું નથી રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનની સંખ્યા અત્યાર સુધીમાં વધીને ૧૯,૦૬,૩૧૧ થઇ ગઇ છે.જયારે મૃતકોની સંખ્યા ૨૬,૨૦૮ છે.