દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૮,૬૦૩ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૪૧૫ લોકોના મોત થયા છે. જોણો આજે દેશમાં કોરોનાની તાજી સ્થિતિ શું છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જોહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા ૯૯,૯૭૪ છે. તો બીજી તરફ આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને ૪ લાખ ૭૦ હજોર ૫૩૦ થઇ ગઇ છે. આંકડા અનુસાર અત્યાર સુધી ૩ કરોડ ૪૦ લાખ ૫૩ હજોર ૮૫૬ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી ૧૨૬ કરોડથી વધુ લોકો કોરોનાની વેક્સીન લીધી છે. ગઇકાલે ૭૩ લાખ ૬૩ હજોર ૭૦૬ ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદથી અત્યાર સુધી વેક્સીનના ૧૨૬ કરોડ ૫૩ લાખ ૪૪ હજોર ૯૭૫ ડોઝ આપવામાં આવ્યા છે.