કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ લોકસભામાં માહિતી આપી હતી કે, આગામી દિવસોમાં દેશમાં વધુ બે સ્વદેશી કોરોના રસી ઉપલબ્ધ થશે. બન્ને નવી રસીઓ માટે ત્રીજા તબક્કાના ટ્રાયલ ડેટા સબમિટ કરવામાં આવ્યા છે. અમને આશા છે કે, બન્ને નવી રસીઓના ડેટા અને ટ્રાયલ સફળ થશે. આ બન્ને કંપનીઓ ભારતીય છે. આને લાગતું સંશોધન અને ઉત્પાદન દેશમાં જ થયું છે. સરકારની મદદથી ભારતીય વૈજ્ઞાનિકોએ માત્ર ૯ મહિનામાં કોવીડ રસી વિકસાવી છે.