ગઈકાલ કરતાં આજે દેશમાં કોવિડના ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨૬ નવા કેસ નોંધાયા છે. ગત દિવસે કોરોનાના ૨૩૨૩ નવા કેસ નોંધાયા હતા. જો આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા ૧૪ હજોરથી વધુ છે.છેલ્લા ૨૪ કલાકમાં ૬૫ દર્દીઓના મોત થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૨૨૦૨ લોકો સંક્રમણથી સાજો પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજો થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૨૫,૯૭,૦૦૩ થઈ ગઈ છે. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ આૅફ મેડિકલ રિસર્ચએ કહ્યું કે શનિવારે દેશમાં કોરોના વાયરસ માટે ૪,૪૨,૬૮૧ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિનગનો આંકડો હવે ૮૪.૬૭ કરોડ ૮૪,૬૭ પર પહોંચી ગયો છે.
૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ ૯૦ લાખને વટાવી ગયા હતા.