દેશમાં કોરોનાના કેસમાં વધઘટ થયા કરે છે પરતું છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧ હજોર ૭૩૯ નવા કેસ નોંધાયા છે, જે પછી એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯૨ હજોર ૫૭૯ થઈ ગઈ છે. આ ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૫ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જોહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાની કુલ સંખ્યા વધીને ૪,૩૩,૮૯,૯૭૩ થઈ ગઈ છે. આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને ૫ લાખ ૨૪ હજોર ૯૯૯ થઈ ગયો છે
ગઈકાલ કરતા આજે કોરોનાના કેસ ઓછા નોંધાયા છે. ગયા દિવસે દેશમાં ૧૫,૯૪૦ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન ૨૦ લોકોના મોત થયા હતા. આ આંકડાઓ પછી, સક્રિય કેસોની સંખ્યા વધીને ૯૧ હજોર ૭૭૯ થઈ ગઈ હતી, જે આજે ફરી વધી છે. જોરી કરાયેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૪ કરોડ ૨૭ લાખ ૭૨ હજોર ૩૯૮ દર્દીઓ કોરોનાથી સાજો થયા છે.રસીકરણના આંકડા પર નજર કરીએ તો આ આંકડો ૧૯૭ કરોડ ૮૫ લાખ ૫૧ હજોર ૫૮૦ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ લાખ ૭૨ હજોર ૭૩૯ લોકોને રસી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ૪ લાખ ૫૩ હજોર ૪૯૦ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.