સાવનનાં બીજા સોમવારને લઈને દેશભરમાં ઉત્તેજના જાવા મળી હતી. સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં જળ અર્પણ કરી પૂજા અર્ચના કરતા જાવા મળ્યા હતાં અનેક શ્રદ્ધાળુઓ ગંગા સહિત દેશની પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવી છે. સમગ્ર દેશનું વાતાવરણ આજે શિવસમાન બની ગયું હતું અને લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા વિધિ-વિધાન સાથે પૂજા-પાઠમાં વ્યસ્ત જાવા મળ્યા હતાં
યુપી વારાણસીમાં, પવિત્ર સાવન મહિનાના બીજા સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવામાં આવી આ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જાવા મળી હતી ઉત્તરાખંડના હરિદ્વારમાં શવનના બીજા સોમવારના અવસર પર ભક્તો ગંગામાં ડૂબકી લગાવી છે. ગંગાના કિનારે ભક્તોની ભારે ભીડ જાવા મળી હતી મહારાષ્ટ્રના બાબુલનાથ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અહીં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં.પવિત્ર સાવન મહિનાના બીજા સોમવારે મુંબઈના બાબુલનાથ મંદિરમાં ભક્તોએ પ્રાર્થના કરી હતી.
મધ્યપ્રદેશમાં પણ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી પવિત્ર સાવન મહિનાના બીજા સોમવારે, ભક્તોએ ગ્વાલિયરના કોટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી.