દેશભરમાં ક્રિસમસનો ઉત્સાહ જાવા મળ્યો હતો.ગિરજાઘર રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતાં. પ્રભુ ઈશુના જન્મોત્સવ પર દેશભરમાં ચર્ચને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ હતું. સોશિયલ મીડિયા પર ઘણા ફોટા સામે આવ્યા છે જેમાં જાઈ શકાય છે કે ગિરજાઘરોમાં ફાધર સહિત સમુદાયના અન્ય લોકો ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. શુક્રવારની સાંજથી જ ગિરજાઘરોમાં ક્રિસમસની ઉજવણી શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન કોરોના વાયરસના વધતા કેસોને જાતા કોવિડ ગાઈડલાઈન મુજબ લોકોએ પ્રભુ ઈશુનો જન્મદિવસ મનાવ્યો.ક્રિસમસના અવસર પર ગોવાના પણજીમાં અવર લેડી ઑફ ધ ઈમેકુલેટ કાન્સેપ્શન ચર્ચાં મધ્યરાત્રિ સામૂહિક આયોજન કરવામાં આવ્યુ હતું જયારે પશ્ચિમ બંગાળમાં પણ ક્રિસમસના અવસર પર કોલકત્તાંના સેંટ ટેરેસા ચર્ચામાં મધ્યરાત્રિ સામૂહિક પ્રાર્થનાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત કર્ણાટકના બેંગલરુમાં સેન્ટ ફ્રાંસિસ ચર્ચામાં સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.હિમાચલ પ્રદેશમાં વિદેશીઓની સાથે સ્થાનિકો લોકોએ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ધર્મશાળામાં સેંટ જાન ઓફ દ વાઈલ્ડરનેસ ચર્ચમાં પૂજા અર્ચના કરી હતી. તો બેલ્જિયમના રાજદ્વારીએ કહ્યું હતું કે, દરેક ઘરથી ખૂબ જ દૂર છે અને અહીં સાથી ઈસાઈઓ સાથે ક્રિસમસ મનાવવા માટે ખૂબ જ આભારી છું.  પુડુચેરીના વિવિધ ચર્ચોમાં મધરાતે લોકો પ્રાર્થનામાં સામેલ થયાં હતા. આ વખતે કોરોનાને કારણે ઓછી સંખ્યામાં લોકોનો જમાવડો ચર્ચમાં જાવા મળી રહ્યો છે. ખ્રિસ્તી બહુમતી ધરાવતા ઉત્તરપૂર્વ રાજ્ય મિઝોરમમાં ક્રિસમસ સમારોહમાં ૧૫૦માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, રાજ્યમાં એક વર્ષના અંતરાળ બાદ ક્રિસમસનો ઉત્સવ મનાવાયો હતો  ચાલુ વર્ષે કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને સાદગીથી સાથે લોકો સામૂહિક પ્રાર્થનામાં સામેલ થયા હતાં અને ક્રિસમસની ઉજવણી કરી હતી ક્રિસમસના અવસર પર ૨૫ ડિસેમ્બરની રાતે ૧૨ વાગતા જ ગિરજાઘરોને ઘંટ અને ઘડિયાળો વાગવા લાગ્યા. વજીરપુરા સ્થિત નિષ્કલંક માતા મહાગિરજાઘર(સેન્ટ પીટર્સ)માં આર્ચ બિશપ ડા. રાફી મંજલિએ પલ્લી પુરોહિતો સાથે જન્મની પજા વિધિઓ પૂરી કરી. વળી, સેન્ટ મેરીઝ ચર્ચમાં ફાધર સ્ટીફન, ફાધર મૂન લાજરસે પ્રભુના જન્મની પૂજા કરાવી હતી ચર્ચામાં ફાધરે પોતાના પ્રવચનમાં કહ્યુ કે માનવતાનો ઉદ્ધાર કરવા પ્રભુ ઈશુએ જન્મ લીધો છે. આપણે સહુ વ્રત લઈએ કે પીડિત માનવતાની સેવા કરીશુ, એકબીજાનો સાથ આપીશુ.