અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, ગોવા, આંદામાન, લક્ષદ્વીપ અને પટના જેવા ૧૮ શહેરોની જેમ, કાશ્મીરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં છે. ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઝેલમ અને દાલ તળાવોમાં પ્રવાસન અને સ્થાનિક પરિવહનને સરળ બનાવવા માટે આશરે ૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.કોચી મેટ્રો રેલ લિમિટેડે પ્રોજેક્ટ બ્લુપ્રિન્ટ તૈયાર કર્યો છે, જેમાં હવે ઝેલમ અને દાલમાં ચાર નવા સ્થળોનો સમાવેશ થાય છે. વોટર મેટ્રો આઠ રૂટ અને ૧૦૧.૬૦ કિમીનું અંતર આવરી લેશે. નોંધપાત્ર રીતે, દાલ તળાવના ઇકોસિસ્ટમને જાળવવા માટે ઈલેકટીક બોટ ચલાવવાની યોજના છે. કિનારા પર ચા‹જગ ટર્મિનલ બનાવવામાં આવશે.આ રૂટ ધાર્મિક, વાણિજ્યક, ઓફિસ અને રહેણાંક વિસ્તારોને એકીકૃત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં શ્રીનગર, પટના, વારાણસી, ગુવાહાટી, અયોધ્યા અને પ્રયાગરાજનો સમાવેશ થશે, જ્યારે બીજા તબક્કામાં ગોવા, આંદામાન, તેજપુર, ડિબ્રુગઢ, અમદાવાદ અને સુરત જેવા શહેરોનો સમાવેશ થશે. ત્રીજા તબક્કામાં, કટક, લક્ષદ્વીપ, કોલકાતા, મેંગલોર, એલેપ્પી અને કોલ્લમ પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં આવશે. સૂત્રો સૂચવે છે કે રાજ્ય સરકાર અને ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીએ પણ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.ઝબેરવાન પાર્કથી ચાર ચિનાર દાલ તળાવ, દરગાહ હઝરતબલ તીર્થથી નસીમ બાગથી શાલીમાર ગાર્ડન સુધી ૧૦ કિમી, અને ઝબેરવાન પાર્કથી ટ્યૂલિપ ગાર્ડનથી ચાર ચિનાર દાલ તળાવ, વકીલ કોલોનીથી નિશાત બાગ સુધી ૧૦.૮ કિમી.ઝેલમ રૂટ પંથા ચોક-બટવારા-કેપી બાગથી ઝીરો બ્રિજ, ૧૨.૩૦ કિમી. ઝીરો બ્રિજ-અમીરકદલ બ્રિજ-શાહ-એ-હમદાનથી છત્તબલ ડેમ, ૭.૧ કિમી છત્તબલ ડેમથી સુમ્બલ ટર્મિનલ, હાજીન પુલ ટર્મિનલથી વુલ્લર ટર્મિનલ, ૪૨.૨ કિમી.







































