ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરવાની છે. ડીઆરડીઓના અધ્યક્ષ સમીર વી. કામતે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે એએનઆઇ રાષ્ટ્રીય સુરક્ષા સમિટમાં કહ્યું હતું કે ભારત હાઇપરસોનિક ગ્લાઇડ અને હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમ્સ પર કામ કરી રહ્યું છે, જેમાંથી ગ્લાઇડ મિસાઇલ વિકાસમાં મોખરે છે.
તેમણે કહ્યું, “હાયપરસોનિક મિસાઇલો અંગે, અમે બે કાર્યક્રમો પર કામ કરી રહ્યા છીએઃ હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ અને હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ.”
કામતે કહ્યું, “હાયપરસોનિક ક્રુઝ મિસાઇલમાં સ્ક્રેમજેટ એન્જિન હોય છે અને તે ઉડાન દરમિયાન સંચાલિત થાય છે. બીજી તરફ, હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ પ્રારંભિક ગતિ પ્રાપ્ત કરવા માટે બૂસ્ટરનો ઉપયોગ કરે છે અને પછી કોઈપણ બળતણ વિના ગ્લાઇડ કરે છે.”
કામતે સંકેત આપ્યો કે ગ્લાઇડ મિસાઇલનું પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું, “ગ્લાઇડ મિસાઇલ પહેલા આવશે. આપણે ટૂંક સમયમાં પ્રથમ પરીક્ષણો કરવા જાઈએ, અને તે ક્રુઝ મિસાઇલ કરતાં વધુ અદ્યતન તબક્કામાં છે.”
તાજેતરમાં, કામતે એમ પણ કહ્યું હતું કે ડીઆરડીઓ અગ્નિ ૬ માટે તૈયાર છે, કેન્દ્રીય મંજૂરીની રાહ જાઈ રહ્યું છે. અગ્નિ-૨ બેલિસ્ટિક મિસાઇલના વિકાસ અંગે, કામતે કહ્યું કે આ કાર્યક્રમ સરકારના નિર્ણય પર આધાર રાખે છે, અને તેમણે ઉમેર્યું કે મંજૂરી મળતાં જ એજન્સી આગળ વધવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
અગ્નિ-૨ એ ભારતની હાલની અગ્નિ શ્રેણી પ્રણાલીઓ કરતાં વધુ રેન્જ અને સુધારેલી ક્ષમતાઓ સાથે એક અદ્યતન આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ હોવાની અપેક્ષા છે. ભારત લાંબા સમયથી તેના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવામાં રોકાયેલું છે અને આમ કરવામાં, તેણે ઘણા નોંધપાત્ર વિકાસ કર્યા છે જે દુશ્મનોને હરાવવા સક્ષમ છે.