(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૧
દેશની ૨૧ મશહૂર હોસ્પટલમાં સુપરબગ કેટેગરીના જાખમ ભરેલા બેક્ટેરિયા મળી આવ્યા છે, જે ઓપીડી વોર્ડ અને આઇસીયુમાં હાજર હતા. આ એ હોસ્પટલ્સ છે, જ્યાં દેશની સૌથી વધુ વસતિ સારવાર માટે પહોંચે છે. એમાં દિલ્હીની એમ્સથી માંડીને ચંડીગઢ પીજીઆઇ અને દિલ્હીની ગંગારામ હોÂસ્પટલથી માંડીને ચેન્નઈની એપોલો હોÂસ્પટલ સામેલ છે.
આ ડેટા એક જાન્યુઆરી, ૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની વચ્ચેનો છે. એમાં હોસ્પટલ આવેલા આશરે એક લાખ દર્દીઓનાં લોહી, મળમૂત્ર, પસ, મસ્તષ્ક અને કરોડરજ્જુથી લીધેલા સીએસએફના નમૂના લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ઘતક બેક્ટેરિયા અને સુપરબગની ઓળખ કરવામાં આવી તો આશરે ૧૦ પ્રકારનાં ઘાતક બેક્ટેરિયા મળ્યા છે. આ બધા આંતરરાષ્ટય સ્તર પર સુપરબગની શ્રેણીમાં આવે છે.આઇસીએમઆરએ દેશમાં ચાર સંસ્થાને નોડલ કેન્દ્ર બનાવી છે, એમાં દિલ્હી એમ્સ, ચંડીગઢ પીજીઆઇ,સીએમસી વેલ્લોર અને પોંડિચેરી સ્થત જેઆઇપીએમઇઆર સામેલ છે. આ હોસ્પટલોની સાથે દિલ્હીની સર ગંગારામ હોસ્પટલ, દિલ્હી એમ્સ ટ્રોમા સેન્ટર અને ઉત્તર પ્રદેશના લખનૌ સ્થત કેજીએમયુમાં દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા.
આ સુપરબગમાં ક્લેબસિએલા નિમોનિયા, એસ્ચેરિચિયા કોલાઈ સિવાય એસિનેટોબેક્ટર બાઉમાની, સ્યુડોમોનાસ, એરુગિનોસા, સ્ટેફફિલોકોક્સ ઓરિયસ, એન્ટરોકોક્સ ફેકેલિસ, એન્ટરોકોકસ ફેસિયમ, સ્ટેફાઇલોકોક્સ હેમોલિટિક્સ, સ્ટેફિલોલોકોક્સ એપિડર્મિડિસ અને એન્ટરોબેક્ટર ક્લોએસી સામેલ છે.