દેશને અંગ્રેજાના સકંજામાથી ગાંધીજીએ છોડાવ્યા તેમ ભાજપાના સકંજામાથી ગાંધી વિચારો જ છોડાવી શકશે. આજના સત્તાધારી પક્ષ ગાંધીજીની વિચારધારાથી સંપૂર્ણ વિપરીત વિચારધારા ધરાવતા હોવા છતાં આજે તેને ગાંધીજીની પ્રતિમા જાઈને અર્ધા વાંકા વળીને નમવું પડે છે
દુનિયામાં કોઈ પણ લોકો પોતાને જ્યાં અને જેમાં શ્રદ્ધા અને સમર્પિત ભાવ હોય તેને નમતો હોય છે પરંતુ દુનિયામાં એક માત્ર સંઘ – ભાજપાનો પરિવાર છે જેને ગાંધીજી કે ગાંધી વિચારમાં શ્રદ્ધા કે સમર્પિત ભાવ નથી છતાં ગાંધીની પ્રતિમા સામે માથા નમાવે છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે દુનિયામાં એક માત્ર ગાંધીજીની પ્રતિમા ને પોતાના (ભારતનો એક વર્ગ બાદ) અને પારકા બન્ને આદર કરે છે, આ સત્યને સહર્ષ સ્વીકારી ન શકવાને કારણે સંઘ – ભાજપાના નેતાઓ દેશહિતાય સદબુદ્ધિથી વંચિત છે. સંઘ – જનસંઘ – ભાજપા ગાંધી અને વિચારના દુશ્મન રહ્યા છે તે હકીકત દેશ અને દુનિયા જાણે છેપ અને ભારત છોડી જનાર અંગ્રેજ પોતાની પાર્લામેન્ટ સામે ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમા કોંગ્રેસના ઠરાવથી કે સાવરકરની અંગ્રેજ દોસ્તીની કૃપાથી નથી મૂકીપએટલે દુનિયાના દેશો ગાંધીજીને નમે તો છે જ પણ તેની પ્રતિમાઓ પણ મુકે છે આ ગાંધીજીની તાકાત હતી.
આઝાદ ભારતનો વિકાસનો પંડિત નહેરુએ અને આર્થિક સુપર પાવરનો ખીલો ડો મનમોહનસિંઘ એ ડંકાની ચોટ પર ઠોક્્યો છે એ પણ સંઘ – જનસંઘ અને ભાજપાની દેશ વિરોધી નીતિઓને કચડીને. એ જ આજની ભાજપાનો દુઃખાવો છે, તેની આડ અસરના ભાગે જનતાને ભ્રમિત કરવા ૭૫ પહેલાની કટોકટી યાદ આવે છે.










































