દિલ્હીમાં કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ કહેર વરસાવી રહ્યુ છે. શુક્રવારે રાજધાનીમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં ૧૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમણનાં કુલ કેસ વધીને ૨૦ થઈ ગયા છે. જોકે, રાહતની વાત એ છે કે આમાંથી ૧૦ લોકોને હાલમાં રજો આપવામાં આવી છે. આ રીતે, રાજધાનીમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં સક્રિય કેસોની સંખ્યા હાલમાં માત્ર ૧૦ છે. જણાવી દઈએ કે, હવે દેશમાં ઓમીક્રોની વેરિઅન્ટનાં ૯૭ કેસ સામે આવ્યા છે. જ્યારે દિલ્હીમાં આ આંકડો ૨૦ પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે ગત દિવસે કોરોનાનાં ૮૫ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ૪૦ જેટલા લોકોનાં સેમ્પલ જીનોમ સિક્વન્સિંગગ માટે મોકલવામાં આવ્યા હતા. આમાં નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારે મળી આવેલા સંક્રમિતોએ છેલ્લા ચાર મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આવી સ્થિતિમાં ડોક્ટરો લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. દિલ્હીનાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને નવા કેસ મળવાની જોણકારી આપી છે. દિલ્હીનાં ઝ્રસ્ અરવિંદ કેજરીવાલે પણ તાજેતરમાં કહ્યું હતું કે જો ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ સામે આવે છે, તો તેનો સામનો કરવા માટે તૈયારીઓ પૂર્ણ છે.
દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને નવા કેસોની પુષ્ટિ કરી, જ્યારે દેશમાં કુલ ઓમિક્રોન સંક્રમિતોની વાત કરીએ તો એ આંકડો ૯૭એ પહોંચી ગયો છે.દિલ્હીમાં શંકાસ્પદ ૪૦ લોકોનાં સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિંગગ માટે મોકલવામાં આવ્યાં હતાં, જેમાંથી ૧૦ લોકો ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા. ઓમિક્રોન સંક્રમણના સંકટને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ૩૧ ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈપણ સાર્વજનિક સભા, રેલી અને પ્રદર્શનની મંજૂરી નહીં મળે. એ સિવાય ૫થી વધુ લોકો એક જગ્યા પર ભેગા નહીં થઈ શકે. મુંબઈ પોલીસની આ કડક કાર્યવાહીને કારણે આ વર્ષે મુંબઈમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી શકે છે. આ નિયમોનું પાલન કરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યું છે. માસ્ક વગર ફરનારા લોકો પાસે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
દેશ-વિદેશમાં જે પ્રમાણે ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે એ ખરેખર એક ચિંતાનો વિષય છે, કારણ કે યુકેમાં એક દિવસમાં રેકોર્ડ ૮૮૩૭૬ કેસ મળ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટÙપતિએ પણ સંક્રમણની ભયાનકતાને ખતરનાક ગણાવીને ચેતવણી આપી છે.