દેશની ૧૦ મૂલ્યવાન કંપનીઓ પૈકી ટોચનીસાત કંપનીઓએ ગત સપ્તાહમાં માર્કેટ વેલ્યુએશનમાં કુલ ૧,૨૯,૦૭૭.૬૧ કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો. જેમાં ટાટા કન્સલટન્સી સૌથી મોટી ગેઇનર્સ હતી. ગત સપ્તાહમાં બીએસઇ સેન્સેક્સમાં ૫૮૯.૩૧ પોઇન્ટ એટલે કે ૧.૦૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ટોચના વધનારા સાત શેરોમાં ટાટા કન્સલટન્સી સર્વિસીસ, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચડીએફસી, બજોજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. ઘટનારા શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક અને ભારતી એરેટલનો સમાવેશ થાય છે.
ટાટા કન્સલટન્સીનું માર્કેટ કેપ ૭૧,૭૬૧.૫૯ કરોડ રૂપિયા વધીને ૧૩,૪૬,૩૨૫,૨૩ કરોડ રૂપિયા થઇ ગયું છે. ઇન્ફોસીસનું માર્કેટ કેપ ૧૮,૬૯૩.૬૨ કરોડ રૂપિયા વધીને ૭,૨૯,૬૧૮.૯૬ કરોડ રૂપિયા થઇ ગયું છે. બજોજ ફાઇનાન્સનું માર્કેટ કેપ ૧૬,૦૮૨.૭૭ કરોડ રૂપિયા વધીને ૪,૨૬,૭૫૩,૨૭ કરોડ રૂપિયા થઇ ગયું છે.
એચડીએફસી બેંકનું માર્કેટ કેપ ૧૨,૭૪૪,૨૧ કરોડ રૂપિયા વધીને ૮,૩૮,૪૦૨.૮૦ કરોડ રૂપિયા થઇ ગયું છે. એચડીએફસીનું માર્કેટ કેપ ૫૨૯૩.૮૬ કરોડ રૂપિયાથી વધીને ૫,૦૧,૫૬૨.૮૪ કરોડ રૂપિયા થઇ ગયું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ ૨૪૦૯.૬૫ કરોડ રૂપિયા વધીને ૪,૨૨,૩૧૨.૬૨ કરોડ રૂપિયા થઇ ગયું છે. હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડનું માર્કેટ કેપ વધીને ૫,૫૦,૫૩૨.૭૩ કરોડ રૂપિયા થઇ ગયું છે.
ભારતી એરટેલનું માર્કેટ કેપ ૧૦,૪૮૯ કરોડ રૂપિયા ઘટીને ૩,૦૪,૫૧૯.૭૮ કરોડ રૂપિયા થઇ ગયું છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૨૫૩૭.૩૪ કરોડ રૂપિયા ઘટીને ૧૫,૨૭,૫૭૨.૧૭ કરોડ રૂપિયા થઇ ગયું છે. આઇસીઆઇસીઆઇ બેંકનું માર્કેટ કેપ ૩૬૮૬.૫૫ કરોડ રૂપિયા ઘટીને ૪,૯૭,૩૫૩.૩૬ કરોડ રૂપિયા થઇ ગયું છે.
કંપની માર્કટકેપમાં થયેલો વધારો
ટીસીએસ ૭૧,૭૬૧
ઇન્ફોસિસ ૧૮,૬૯૩
બજોજ ફાઇનાન્સ ૧૬,૦૮૨
એચડીએફસી બેંક ૧૨,૭૪૪
એચડીએફસી ૫૩૯૩
એસબીઆઇ ૨૪૦૯
એચયુએલ ૧૯૬૧