જાન્યુઆરી ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન ચાર ડોમેસ્ટીક એરલાઇન્સ ઇન્ડીગો, સ્પાઇસ જેટ, ગો ફર્સ્‌ટ અને એર એશિયા ઈન્ડિયાની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ચુકવવાની બાકી રકમ બમણી થઇ ગઇ છે તેમ છછૈંના દસ્તાવેજામાં જણાવવામાં આવ્યું છે. જા કે આમ છતાં હજુ પણ એર ઈન્ડિયાની જ ચુકવવાની બાકી રકમ સૌથી વધારે છે.  દસ્તાવેજ અનુસાર એર ઈન્ડિયા ૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ એર ઈન્ડિયાને એએઆઇને ચુકવવાની બાકી રકમ ૨૧૮૩.૭૧ કરોડ રૃપિયા હતી જે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ વધીને ૨૩૬૨.૩૬ કરોડ રૃપિયા થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે એરલાઇન્સને ૧૦૦થી વધુ એરપોર્ટ પર એર નેવિગેશન, લેન્ડીગ, પા‹કગ સહિતના વિવિધ ચાર્જિસ માટે એએઆઇને ચૂકવણી કરવાની હોય છે. એર ઈન્ડિયા અને એએઆઇ બંને નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. સરકારે ૮ ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે એર ઈન્ડિયાને હસ્તગત કરવાની બિડ ટાટા ગ્રુપે જીતી લીધી છે. સરકાર જૂન, ૨૦૨૨ સુધીમાં એર ઈન્ડિયાને ટાટાને સુપ્રત કરી દે તેવી શકયતા છે.

ભારતમાં ૬ અગ્રણી ડોમેસ્ટીક એરલાઇન્સ છે. જેમાં ઇન્ડીગો, સ્પાઇસ જેટ, ગોએર, એર એશિયા ઈન્ડિયા, એર ઈન્ડિયા અને વિસ્તારાનો સમાવેશ થાય છે. એએઆઇના દસ્તાવેજ અનુસાર એક જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આ ૬ કંપનીઓની એએઆઇને ચુકવવાની કુલ બાકી રકમ ૨૩૦૬.૫૯ કરોડ હતી. આ રકમ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ વધીને ૨૬૩૬.૩૪ કરોડ રૃપિયા થઇ ગઇ હતી. એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૦થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીના ગાળામાં આ રકમમાં ૧૪.૨૯ ટકાનો વધારો થયો છે.

વિસ્તારા અને ઇન્ડીગોએ જણાવ્યું છે કે તેમણે એઆઇઆઇને બાકી રકમ ચુકવી દીધી છે. જાન્યુઆરી, ૨૦૨૦ના અંતે ઇન્ડીગોની એએઆઇને ચુકવવાની બાકી રકમ ૩૩.૨૧ કરોડ રૃપિયા હતી જે ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ વધીને ૮૦.૬૯ કરોડ રૃપિયા થઇ હતી. સ્પાઇસ જેટની બાકી રકમ ૬૯.૯૩ કરોડ રૃપિયા હતી જે વધીને ૧૪૬.૭૫ કરોડ રૃપિયા થઇ હતી. ગો ફર્સ્‌ટની બાકી રકમ ૧૫.૬૨ કરોડ રૃપિયા હતી જે વધીને ૩૯.૦૬ કરોડ રૃપિયા થઇ હતી. એર એશિયા ઈન્ડિયાની બાકી રકમ ૧.૪૭ કરોડ રૃપિયા હતી જે વધીને ૩.૫૮ કરોડ રૃપિયા થઇ ગઇ છે.