વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે આપણે દેશ કેટલો તૈયાર છે તે આપણે કોરોના કાળમાં જોઈ લીધુ હતુ. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની કમીએ દેશની હેલ્થ સિસ્ટમની પોલ ખોલી દીધી હતી. આ દરમિયાન નીતિ આયોગનો એક રિપોર્ટ સામે આવ્યો છે કે દેશની અંદર એક જિલ્લા હોસ્પિટલમાં પ્રતિ ૧ લાખની વસ્તી પર સરેરાશ ૨૪ બેડ છે. તમે આનાથી અંદાજ લગાવી શકો છો કે હેલ્થ સિસ્ટમમાં હજુ કેટલા સુધારાની જરૂર છે.
રાજ્યોની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ બિહારની છે જ્યાં ૧ લાખની વસ્તી પર સરેરાશ ૬ બેડ ઉપલબ્ધ છે. વળી, સૌથી સારી સ્થિતિ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની છે. અહીં ૧ લાખની વસ્તી પર સરેરાશ ૨૨૨ બેડ છે. જિલ્લા હોસ્પિટલોના કામકાજમાં સારી ગતિવિધિઓના શીર્ષકવાળા નીતિ આયોગના રિપોર્ટમાં સામે આવ્યુ છે કે દેશના ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૭૫ જિલ્લા હોસ્પિટલો બેડ, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ, કોર હેલ્થ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ સેવાઓની ઉપલબ્ધતાના મામલે સારી જોવા મળી છે. આ રાજ્યોમાં બેડની સંખ્યા છે ઘણી ઓછી ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડની ૨૦૨૧માં જોહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ હતુ કે જિલ્લા હોસ્પિટલોની પ્રતિ ૧ લાખ વસ્તી પર કમસે કમ ૨૨ બેડ મેઈન્ટેન રાખ્યા છે.
જો કે એ નિર્દેશ ૨૦૦૧ની વસ્તીગણતરીના આધારે આપવામાં આવ્યા હતા. આ નિર્દેશના આધારે પણ દેશના ૧૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેડની સંખ્યા ૨૨ ઓછી છે. આમાં બિહારની સ્થિતિ તો સૌથી વધુ ખરાબ છે જ્યાં બેડની સંખ્યા ૬ છે. બિહાર ઉપરાંત ઝારખંડ(૯), તેલંગાના(૧૦), ઉત્તર પ્રદેશ(૧૩), હરિયાણા(૧૩), મહારાષ્ટ્ર(૧૪), જમ્મુ અને કાશ્મીર(૧૭), આસામ(૧૮), આંધ્ર પ્રદેશ(૧૮), પંજોબ(૧૮), ગુજરાત(૧૯), રાજસ્થાન(૧૯), પશ્ચિમ બંગાળ(૧૯), છત્તીસગઢ(૨૦) અને મધ્ય પ્રદેશમાં આ સંખ્યા ૨૦ છે. કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ, બેંગલુરુની એક સ્કૂલના ૬૦ છાત્રો નીકળ્યા કોરોના સંક્રમિતકર્ણાટકમાં કોરોના વિસ્ફોટ, બેંગલુરુની એક સ્કૂલના ૬૦ છાત્રો નીકળ્યા કોરોના સંક્રમિત આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેડની સંખ્યા ૨૨થી વધુ ૧ લાખની વસ્તી પર સરેરાશ બેડની સૌથી વધુ સંખ્યા પુડુચેરી(૨૨૨)માં છે. ત્યારબાદ અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ(૨૦૦), લદ્દાખ(૧૫૦), અરુણાચલ પ્રદેશ(૧૦૨), દમણ અને દીવ(૧૦૨), લક્ષદ્વીપ(૭૮), સિક્કિમ(૭૦), મિઝોરમ(૬૩), દિલ્લી(૫૯), ચંદીગઢ(૫૭), મેઘાલય(૫૨), નાગાલેન્ડ(૪૯), હિમાચલ પ્રદેશ(૪૬), કર્ણાટક(૩૩), ગોવા(૩૨), મણિપુર(૨૪), ઉત્તરાખંડ(૨૪), કેરળ અને ઓરિસ્સામાં આ સંખ્યા ૨૨ જોવા મળી છે.