યુપીમાં મેરઠથી પ્રયાગરાજ સુધી પ્રસ્તાવિત ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૫૯૪ કિમી લાંબા છ લેન ગંગા એક્સપ્રેસ વેનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવ્યું છે. તેમાં આઈઆરબી ઈંફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ પણ શામેલ છે. આપને જણાવી દઈએ કે, આ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બતાવી રહ્યા છે. જ્યાં વિપક્ષ ભાજપ પર અદાણી-અંબાણી પર મહેરબાન હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તો વળી અદાણી ગ્રુપે ગંગા એક્સપ્રેસ વેનું કામ મળવાનું ફરીથી ચર્ચામાં આવ્યું છે.

અદાણી ગ્રુપ ગંગા એક્સપ્રેસ વેમાં બદાયૂથી પ્રયાગરાજ સુધી ૪૬૪ કિમીનું નિર્માણ કરશે. જેમાં આ પ્રસ્તાવિત એક્સપ્રેસ વેનું ૮૦ ટકા કામ ત્રણ ગ્રુપમાં શામેલ છે. બદાયૂથી હરદોઈ સુધી ૧૫૧.૭ કિમી, હરદોઈથી ઉન્નાવ સુધી ૧૫૫.૭ કિમી અને ઉન્નાવથી પ્રયાગરાજ સુધઈ ૧૫૭ કિમી. અહીં ઉલ્લેખનીય છે કે, અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ એક્સેસ છ લેન એક્સપ્રેસવે ત્રણ ગ્રુપમાં નિર્માણ કરશે. જેને આઠ લેન સુધી વધારી શકે છે.

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડને મળેલા ગંગા એક્સપ્રેસ પ્રોજેક્ટ સાર્વજનિક-ખાનગી ભાગીદારી પીપીપી અંતર્ગત દેશની કોઈ પણ ખાનગી કંપનીને આપવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. અદાણી ગ્રુપને સ્વીકૃતિ પત્ર યુપી એક્સપ્રેસ વે ઈંડસ્ટ્રીયલ ડેવલપમેંટ અથોરિટી તરફથી મળી ગયો છે.

ખાસ વાત એ છે કે, વિપક્ષ ભાજપ પર આ બાબતને લઈને સતત આરોપ લગાવતું રહ્યું છે કે, મોદી સરકાર ત્રણ ચાર ઉદ્યોગપતિઓ માટે છે અને તેમને જ ફાયદો પહોંચાડી રહી છે. તેમાં ગૌતમ અદાણી સૌથી વધારે ટાર્ગેટ પર રહે છે. આ તમામની વચ્ચે યુપીમાં અદાણી ગ્રુપને મહત્વનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે